Select Page
nutricharge-S5-product

ન્યૂટ્રીચાર્જ S5

Rs. 550.00

નાઇજેલા સેટિવા (કાળાં બીજ/કલોંજી): પરંપરાગત ઉપચારમાં કાળાં બીજના તેલનો ઉપયોગ 2000 થી વધુ વર્ષો પહેલાંથી કરવામાં આવી રહ્યો છે. તેની એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડેન્ટ અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્રિયાને લીધે, તેની વિવિધ રોગો માટે ફાયદાકારક અસરો છે જેમાં હૃદય-રક્તવાહિનીઓ, ચેતા તંત્ર, ત્વચા ચેપ, પ્રજનન તંત્ર, શ્વસનતંત્ર, હાડપિંજર તંત્ર અને પાચનતંત્રનો સમાવેશ છે. એ ખરાબ કોલેસ્ટ્રોલ (એલડીએલ), ટ્રાયગ્લિસરાઇડ્સ, લોહીનું દબાણ અને શર્કરા સ્તરને નોંધપાત્ર રીતે ઘટાડે છે. ઇસ્લામિક પયગંબર મુહમ્મદે જણાવ્યું હતું કે તે 'મૃત્યુ સિવાયના દરેક રોગનો ઉપાય છે.

ઓસીમમ (તુલસી) મિશ્રણ: તેમાં ચાર પ્રકારની તુલસીનું એક અદ્‍ભૂત મિશ્રણ છે. પોતાના ઔષધીય ગુણોને લીધે તુલસીને ’જડીબુટ્ટીની રાણી’ સમજવામાં આવે છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ્સ છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણો છે જે ત્વચાના આરોગ્ય માટે લાભદાયક છે અને ઉધરસ, શરદી તથા તાવ સામે રક્ષણ આપે છે. આ તેલ બેક્ટેરિયાના ચેપ, એલર્જી, તાવ, પીડા અને તાણ સામે રક્ષણ આપે છે.

આઝાદિરક્તા ઇન્ડિકા (લીમડો): શુદ્ધિકર્તા તરીકે, લીમડો લોહી અને શરીરને અંદરથી શુદ્ધ કરવા માટે જાણીતો છે. એ યકૃતને ચેતનવંત કરે છે અને તેના કાર્યને સામાન્ય બનાવે છે. લીમડાનું સતત સેવન કરવાથી યકૃતમાં જમા થયેલા વિષાક્ત પદાર્થો નિયમિતપણે બહાર નિકળી જાય છે. લીમડામાં એન્ટીડાયબેટિક ગુણધર્મો છે જે વિવિધ રક્ત કોલેસ્ટરોલ અને લોહીમાં સાકરનું સ્તર નિયમિત થવામાં મદદ કરે છે. લીમડો ત્વચાને ચેતનવંતી કરવામાં પણ મદદ કરે છે.

એલો બાર્બેડેન્સીસ (એલોવેરા) અર્ક એ ડિટોક્સિફાયર છે, ઘણા બધા આરોગ્યદાયી લાભો ધરાવે છે અને વિવિધ વિટામિન અને ખનિજોનો સમૃદ્ધ સ્રોત છે. તે એન્ટી-એજિંગ અસર ધરાવે છે અને તેનો ઉપયોગ ત્વચાને સ્વસ્થ, જુવાન અને ચમકતી રાખવા માટે કરવામાં આવે છે. તે કબજિયાતથી રાહત આપે છે અને પાચન તંત્રને સાફ કરે છે.

મેન્થા સ્પિકાટા (ફુદીનો, મિન્ટ) આ એક સુગંધિત વનસ્પતિ છે અને અપચન, ગેસ, એસિડિટી વગેરે જેવા અમુક પેટના વિકારોની સારવાર માટે વાપરવામાં આવે છે.

Nutricharge S5

ન્યૂટ્રીચાર્જ ઉત્પાદનો ફક્ત RCM મારફત જ વેચવામાં આવે છે.

પ્રોડક્ટ વિવરણ

ન્યૂટ્રીચાર્જ S5 આ એક 100% શાકાહારી સોફ્ટ કેપ્સ્યૂલ છે જેમાં નાઇજેલા સેટિવા (કાળાં બીજનું તેલ) 200 મિગ્રા, ઓસીમમ (તુલસી) મિશ્રણ (ઓસીમમ બેસિલિકમ, ઓસીમમ સેન્ક્ટમ અર્ક, ઓસીમમ સેન્ક્ટમ, ઓસીમમ ગ્રાટિસિમમ) 150 મિગ્રા, આઝાદિરક્તા ઇંડિકા (લીમડો) અર્ક 100 મિગ્રા, એલો બાર્બેડેન્સીસ (એલોવેરા) અર્ક 25 મિગ્રા અને મેન્થા સ્પિકાટા (સ્પિઅરમિન્ટ) 10 મિગ્રા છે.

ન્યૂટ્રીચાર્જ S5 સેવન કરવામાં એકદમ સરળ અને અનુકૂળ છે.

ન્યુટ્રિચાર્જ S5 30 કેપ્સ્યુલ્સ (2 સ્ટ્રીપ્સ X 15) ના ગ્રાહક અનુકૂળ પેકમાં ઉપલબ્ધ છે.

કોણ લઇ શકે છે:
18 વર્ષથી ઉપરની ઉંમરના બધા પ્રૌઢ લોકો

ડોસેજ:
ન્યુટ્રિચાર્જ S5 ની એક કેપસ્યૂલ જમ્યા પછી તરત જ દિવસમાં એક વખત લેવી જોઇએ. દરેક દિવસે તેને લેવાનો સમય એક જ હોવો જોઇએ.

એમઆરપી: 550/-: 30 શાકાહારી સોફ્ટ કેપસ્યૂલ માટે

સમીક્ષા

હજી સુધી કોઈ સમીક્ષા કરાયેલી નથી.

“ન્યૂટ્રીચાર્જ S5” ની સમીક્ષા કરવાવાળા પ્રથમ બનો કેન્સલ રિપ્લાય

Your email address will not be published. Required fields are marked *